બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે અજય દેવગન તથા શાહરુખ ખાનની સાથે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરી હતી અને આ કારણે તે ઘણો જ ટ્રોલ થયો હતો. અક્ષયે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી છે.

માફીનામામાં અક્ષયે કહ્યું હતું, ‘હું મારા તમામ ચાહકો તથા શુભેચ્છકોની માફી માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને હચમચાવી નાખ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. તમે તમામે જે રીતે વિમલ ઇલાયચીની સાથે મારા જોડાણ અંગે તમારી ભાવના વ્યક્ત કરી એનું સન્માન કરું છું.’હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’તેણે પોતાની અનેક જાહેરાતમાં કહ્યું હતું કે ગુટકા કંપનીઓ તેને કરોડોની ઑફર આપે છે, પરંતુ તે તેનો સ્વીકાર કરતો નથી. અક્ષયેતમાકુની જાહેરાતને પોતાના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે, આથી જ પાન મસાલાની જાહેરાત કરતાં તે ટ્રોલ થયો હતો.