અમરસિંહે “બોમ્બે મિત્તલ” ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા સાથે કર્યો હતો અભિનય, અન્ય બૉલીવુડ ફિલ્મમાં પણ ભજવી હતી ભૂમિકા

New Update
અમરસિંહે “બોમ્બે મિત્તલ” ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા સાથે કર્યો હતો અભિનય, અન્ય બૉલીવુડ ફિલ્મમાં પણ ભજવી હતી ભૂમિકા

રાજનેતા તરીકે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા અમરસિંહ કિડનીની બિમારીથી પીડાતા હતા. સિંગાપોર ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ થોડો સમય તેઓ પુનઃ રાજનીતિમાં સક્રિય થયા હતા. પરંતુ ઈન્ફેક્શનને લીધે કિડનીની તકલીફ ફરીથી શરૂ થયા બાદ તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા અમરસિંહનું 64 વર્ષની વયે નિધન થયું છે. ભાવનગર નજીક દરેડના રાજવી પરિવારના જમાઈ હોવાથી અમરસિંહ ગુજરાત સાથે પણ નિકટનો નાતો ધરાવતા હતા.

અમરસિંહે 'બોમ્બે મિત્તલ' ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા સાથે અભિનય કર્યો હતો. જેમાં તેઓએ હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગરની ભૂમિકા ભજવી હતી. તેઓએ દેવ આનંદની ફિલ્મ 'ચાર્જશીટ'માં હોમ મિનિસ્ટરનો રોલ પણ કર્યો હતો. તો અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય, સોનાલી બેન્દ્રે સ્ટારર 'હમારા દિલ આપ કે પાસ હૈ' ફિલ્મમાં પણ સુંદર અભિનયની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય રાજનીતિમાં જોડતોડના નિષ્ણાંત તરીકેની છાપ ધરાવતા અમરસિંહને ભાવભીની શ્રદ્ધાંજલી...

Latest Stories