• ભારત પાકિસ્તાન યુદ્ધનો તણાવભર્યો માહોલ 

  • દેવભૂમિ દ્વારકામાં પોલીસતંત્ર એલર્ટ

  • જગત મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

  • પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

  • સુરક્ષા સાધનો સાથે પોલીસ સજ્જ

  • પોલીસે માછીમારોને પણ કર્યા સતર્ક 

ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે દ્વારકા જગત મંદિરની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે દ્વારા જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ગઈકાલે થયેલા હુમલા બાદ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જિલ્લા પોલીસ દ્વારા મળેલ સૂચના અનુસારજગત મંદિર પરિસરમાં વિવિધ સુરક્ષા સાધનો સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંતદ્વારકાના માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઈ પણ ગેરપ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.