અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામ નજીક 66 કેવી સબ સ્ટેશનના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડીયા, મંત્રી આર.સી.મકવાણા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં 66 કેવી સબ સ્ટેશનના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સબ સ્ટેશનને લઈને આસપાસના 20 જેટલા ગામોમાં સતત વીજ પુરવઠો મળતા ફાયદો થશે. અમરેલી સાંસદ નારણ કાછડીયા, મંત્રી આર.સી.મકવાણા સહિતના નેતાઓએ દીપ પ્રાગટ્ય સહિતની ધાર્મિક વિધિ સાથે 66 કેવી સબ સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું હતું.
