• ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ક્રેશની દુર્ઘટના

  • ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ બાદ બ્લાસ્ટ

  • ગંભીર દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઈલોટનું મોત નીપજ્યું

  • બનાવના પગલે ફાયર વિભાગ-પોલીસની ટીમ દોડી આવી

  • દુર્ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઈલોટનું મોત નિપજતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છેજ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનજે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાઇલોટનું દુર્ભાગ્યવશ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો હતો

જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કેતાજેતરમાં મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતુંત્યારે અમરેલીમાં સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છેજ્યાં અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફસ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે. જેના કારણે વહીવટી તંત્રએ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવી હતી.