પાટણ શંખેશ્વર હાઇવે પર આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થતાં બહેનોનું રાખડી બાંધવાની ઉત્સવમાં માતમ છવાઇ ગયો છે. પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સમીથી 5 કિલોમીટર દુર શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેમાં સવાર હસમુખ છગનભાઈ ઠક્કર, પિન્ટુભાઈ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જહાભાઈ રાવળના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતકો રાધનપુર બાજુના છે…

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>

આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા છે. નોંધનીય છે કે, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરૂણ ઘટના બનતા બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છે..