કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા દેશના જુદા જુદા રાજ્યોમાથી શરુ થઇ છે જેના ભાગરૂપે દાંડીથી નિકળેલ મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આજ રોજ સરદાર પટેલના માદરે વતન આણંદના કરમસદ ખાતે આવી પહોચ્ચી હતી જ્યા સરદાર પટેલના ઘર આંગણાની માટી લીધી હતી.
દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આણંદના કમસદ ગામે આવી પહોંચી હતી. આ યાત્રામાં ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે ત્યારે કરમસદ સરદાર પટેલના પૈત્રુક ઘરે આવેલ આ મીટ્ટી સત્યાગ્રહના યાત્રીકોએ સરદાર પટેલની અખંડ જ્યોતના દર્શન કરી શ્રધ્ધાંજલિ આપી હતી.
કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ હરિયાણા તથા અન્ય રાજ્યના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે જેમાં ઘણા ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ પણ ગુમાવ્યો છે અને તેમની યાદમાં કિસાન સ્મારક બનવવા માટે દેશના તમામ રાજ્યઓમાથી માટી એક્ત્ર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે જેને લઇ આજ રોજ કરમસદ સરદાર પટેલના ઘર આંગણાની માટી લેવા યાત્રીકો આવી પહોચ્યા હતા જે કરમસદ થી અમદાવાદ ખાતે જશે ત્યાર બાદ આ માટી દિલ્લી ખાતે મોકલવામા આવશે.