અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.જી.ચાવડાએ અધિકારી-કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી જે અંતર્ગત સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે રાયોટિંગના ગુનાનો ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવા ૨હે,ભાંગવાડ,અંકલેશ્વર તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા આરોપીની ધરપકડ કરી હતી.આરોપી રાયોટીંગના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.