અંકલેશ્વર: વાલિયા રોડ પર ટેન્કરની ટક્કરે યુવાનું મોત, ગરબા રમી 3 યુવાનો બાઈક પર પરત ફરી રહ્યા હતા
ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું ભરૂચ | ગુજરાત |
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ગરબે ઘૂમી પરત જતા બાઈક સવાર 3 યુવાનોને ટેન્કર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું
અંકલેશ્વરના કોસમડી ગામની સાગર પાર્ક સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય વિશાલ તાવીયાડ અને તેના મિત્ર સૌરવકુમાર વસાવા તેમજ ધ્રુવકુમાર શાંતિલાલ પ્રજાપતિ સહીત અન્ય યુવાનો સાથે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવા ગયા હતા જ્યાં ગરબામાં ધૂમી મળસ્કે ચાર કલાકે ગરબા પૂર્ણ થતા કાપોદ્રા પાટિયા પાસે ચા-નાસ્તો કરવા માટે વિશાલ તાવીવાડની બાઈક પર સૌરવ અને ધ્રુવ ગયા હતા.
જ્યાં ચા નાસ્તો કરી ત્રણેય મિત્રો કાપોદ્રા પાટિયાથી ગોપાલ નગર ખાતે મિત્રને મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન અંબે ગ્રીન સોસાયટી પાસે સામેથી આવતા ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જયારે અન્ય મિત્રોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ફરાર થયેલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
