અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના બે અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે. “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. જી. લાંબરિયાને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના બે ગુનાઓમાં સંડોવાયેલી અને છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા આરોપી અંકલેશ્વર GIDC બસ ડેપો વિસ્તારમાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી હતી.પકડાયેલી આરોપીની ઓળખ મનજીતકૌર અમરજીતસિંહ સુરજીતસિંહ સીકલીગર (ઉંમર 35 વર્ષ), રહેવાસી લલીતસાગર, તાલુકો હાંસોટ, જિલ્લા ભરૂચ તરીકે થઈ છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય ગુનાઓ અંગે પણ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર મહિલા આરોપીની કરી ધરપકડ
