-
અંકલેશ્વરમાં ચૂંટણીનો માહોલ
-
તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી
-
26 બેઠક પર યોજાશે ચૂંટણી
-
ભાજપે તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા
-
કોંગ્રેસ 15 બેઠક પર લડશે ચૂંટણી
અંકલેશ્વર: તાલુકા-જિલ્લા પંચાયતમાં ભાજપની નો-રિપીટ થિયરી, ભાજપ તમામ 26 તો કોંગ્રેસ 15 અને AAP 24 બેઠક પર લડશે ચૂંટણી
અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ 26, કોંગ્રેસ 15 અને આમ આદમી પાર્ટીએ 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જિલ્લા પંચાયત પર ભાજપ 6- કોંગ્રેસ 4 અને આપ 6 બેઠક પર ચૂંટણી લડશે. ભરૂચ | સમાચાર
અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ 26, કોંગ્રેસ 15 અને આમ આદમી પાર્ટીએ 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જિલ્લા પંચાયત પર ભાજપ 6- કોંગ્રેસ 4 અને આપ 6 બેઠક પર ચૂંટણી લડશે.
અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકના ચૂંટણી જંગ એક તરફ ભાજપ દ્વારા તમામ 26 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી 15 પર ઉમેદવારી નોંધાવી છે. જયારે 11 બેઠક પર ચૂંટણી ન લાડવા નો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત ની 6 બેઠક પૈકી 4 પર જ ઉમેદવારી કોંગ્રેસે નોંધાવી છે. જયારે બે બેઠક પર ઉમેદવાર જ મેદાન માં ઉતાર્યા નથી. આ વચ્ચે આપ દ્વારા પ્રથમ વખત જ તાલુકા પંચાયતમાં ઝુકાવતાં 26 પૈકી 24 બેઠક પર અને જિલ્લા પંચાયતની 6 બેઠક પર ઝુકાવ્યું છે. અંકલેશ્વર તાલુકા પંચાયત ત્રિપાંખિયો જંગ જોવા મળશે કેટલી બેઠક પર અપક્ષ પણ મેદાન માં આવતા ચૂંટણી રસપ્રદ બનશે. આ વખતે ભાજપ દ્વારા સૌને પુનઃ એકવાર તાલુકા પંચાયતમાં ચોંકાવી દેતા 26 સભ્ય પૈકી માત્ર 2 ઉમેદવારને રિપીટ કર્યા છે જેમાં સિસોદ્રા બેઠક પર અરવિંદભાઈ પટેલ ઉર્ફે અનિલ મામા અમે ખરોડ બેઠક પર રવીનાબહેનનો સમાવેશ થાય છે.
આ વચ્ચે જિલ્લા પંચાયતની 6 બેઠકોમાંથી પણ માત્ર ભરત પટેલ પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે. બાકી નવા 5 ચહેરા ઉતાર્યા છે. જે જોતા ભાજપે નો રિપિટ થિયરી તાલુકા પંચાયતમાં કડક પણે લાગુ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા બેઠક પર આપમાંથી ધારાસભ્યની ચૂંટણી લડનાર ઉર્મિલાબેન ભગત હવે ભાજપમાંથી જીતાલી બેઠક પર ચૂંટણી લડશે તેઓએ તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.
આ તરફ હાંસોટ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી શકે છે. ભાજપે હાંસોટ બેઠક પરથી મગન પટેલ તો કોંગ્રેસમાંથી મંત્રી ઇશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે બીજી ખરચ બેઠક પરથી ભાજપના અનસૂયા પટેલ તો કોંગ્રેસમાંથી ફોરમ ધનરાજ પટેલે ઉમેદવારી નોંધાવી છે.
