-
અંકલેશ્વરમાં આવેલો છે 50 વર્ષ જૂનો ડેપો
-
એસ.ટી.બસ ડેપોનું કરાશે નવીનીકરણ
-
GNFC બસ ડેપોનો પણ થશે કાયાકલ્પ
-
બન્ને ડેપોની કામગીરીનું કરાયુ ખાતમુહૂર્ત
-
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર અને GNFC બસ ડેપોનો રૂ.14 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ, એરપોર્ટ જેવી 25 સુવિધા મળશે
અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર શહેરમાં આવેલા બસ ડેપો તેમજ ભરૂચના જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા બસ ડેપોનું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. રૂપિયા ૧૪ કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના જી.એન.એફ.સી. બસ ડેપોનું રૂ.266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું રૂ.1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે.જીએનએફસીની કામગીરી 11 મહિનામાં તો અંકલેશ્વર ડેપો અને વર્કશોપની કામગીરી 18 મહિનામાં પૂર્ણ થશે ત્યાં સુધી બંને સ્થળે હંગામી ડેપો બનશે. બંને એસટી બસ ડેપોની કાયકલ્પ થતા બસ ડેપોમાં પણ લોકોને એરપોર્ટ જેવી 25 સુવિધા પ્રાપ્ત થશે.
