ભરૂચ જિલ્લા અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારના સડક ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવાર ટાણે નશાનો વેપલો કરતા તત્વો બેફામ બન્યા હોય, તેમ એક બાદ એક પોલીસના દરોડામાં બુટલેગરો ઝડપાય રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં લાખોની કિંમતના દારૂનો જથ્થો અત્યાર સુધી ઝડપાય ચુક્યો છે.
તેવામાં વધુ એક સ્થળે પોલીસે દરોડા પાડી બુટલેગરોના નશાના વેપલાને ડામ્યો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારના સડક ફળિયામાં રહેતા બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાં મકાનમાં તથા મકાનની પાછળના ભાગે વાડામાં પીપડા દાટી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરતાં સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ 249 બોટલ મળી કુલ કિંમત 26,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170