ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના દરોડા
અંકલેશ્વરમાં દરોડા પાડવામાં આવ્યા
કારના ચોરખાનામાંથી દારૂ ઝડપાયો
રૂ.6.72 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભડકોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે.પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂ તેના પિતા એઝાઝ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
પોલીસે દારૂ ઉપરાંત કાર, એક મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ. 6,72,586નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
