અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની રાજેશ ફાર્માસ્યુટિકલ્સમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,તસ્કરો ઇલેક્ટ્રિક મોટર અને કોપર વાયર મળીને રૂપિયા 30 હજારના મુદ્દામાલનો હાથફેરો કરીને ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની રાજેશ ફાર્માસ્યુટિકલ્સમાં તારીખ 2જીની સાંજે 6 કલાકથી તારીખ 3 જુલાઈની સવારના 8 વગ્યા સુધીમાં ચોરીની ઘટના બની હતી,કંપની સંચાલક વિકાસ પ્રજાપતિએ નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તસ્કરો કંપનીમાંથી ઇલેક્ટ્રિક રૂમમાં મુકેલી ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા,ઘટના અંગે વિકાસ પ્રજાપતિએ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં રૂપિયા 30 હજારના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ દર્જ કરાવી હતી,પોલીસે તેઓની ફરિયાદને આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
