અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલની ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.ફરિયાદી રાકેશ રામ જાતકુમારની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર GJ-16-DL-6664, સુરાગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહાર પાર્ક કરેલી હતી. 8 ઓગસ્ટના રોજ બપોરના સમયે અજાણ્યા શખ્સે મોટરસાઇકલની ચોરી કરી હતી. ચોરાયેલી બાઇકની અંદાજિત કિંમત રૂ. 40 હજાર હોવાનું જણાવાયું છે.
ગુનાની તપાસ દરમિયાન પોલીસે હૃદયેન્દ્રમ રામનરેશ રામ, ઉંમર 30 વર્ષ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અંગે તેના સાથી શંભુ મેહદી મંડલની પણ પૂછપરછ કરવામાં આવી હતી.અંકલેશ્વર GIDC પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરાયેલી મોટરસાઇકલ અંગેની કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
