અંકલેશ્વર : GIDC પોલીસે તેરા ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 8 મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં ગુજરાત | સમાચાર
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1
83 લાખની કિંમતના 8 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
જીઆઇડીસી પોલીસે વર્ષ 2025માં અત્યારસુધી કુલ 11.23 લાખના 64 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
