-
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ
-
વરસાદી કાંસમાં ગૌ વંશ ખાબકયું
-
રાહદારીઓએ ફાયર વિભાગને કરી જાણ
-
ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
-
દોઢ કલાકની જહેમત બાદ જીવ બચાવાયો
અંકલેશ્વર: પાનોલી GIDCમાં ગૌ વંશ કાંસમાં ખાબકયુ, ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો
પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં કાંસની બાજુના ખાડામાં પડેલ ગૌ વંશને ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સીમાં મહારાજા નગર પાસે ગ્રીન બેલ્ટ નજીક કાંસની બાજુના ખાડામાં ગૌ વંશ પડી જતા દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે રાહદારીઓએ પાનોલી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગૌ વંશને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.લગભગ દોઢ કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ ગૌ વંશને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.ફાયર ફાયટરોના સેવા કાર્યની સૌ કોઈએ પ્રશંસા કરી હતી.
