ભરૂચના શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ દ્વારા રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન શ્રીજી મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ખડાયતા સમાજના 120 થી વધુ ખેલૈયાઓએ માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.નિર્ણાયક તરીકે નેહાબેન શાહે સેવા આપી હતી.

કાર્યક્રમમાં પ્રમુખ સંજય તલાટી , મંત્રી જયેશકુમાર શાહ , રાકેશ શાહ , શૈલ શાહ, ભાવિન શાહ, ભાવેશ શાહ, પ્રિન્કેશ શાહ સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.