અંકલેશ્વરની જે.સી.આઈ.સંસ્થા દ્વારા ગત રોજ ફ્રેંડશીપ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જે.સી.આઈ.ની બહેનો ઘરેથી તૈયાર કરેલું ભોજન ગરીબ અને જરૂરિયાત મંદોને જમાડયું હતું.
આપણે આપણા પરિવાર સાથે મિત્ર સાથે ઘણીવાર હોટલમાં જતા જ હોય છે પણ જો ક્યારેક કોઈ ભૂખ્યાને ભોજન આપીએ તો??બસ આવા જ વિચારોથી જેસીઆઈ અંકલેશ્વર પરિવાર એ બધા માટે ઘરે જ જમવાનું બનાવ્યું અને લગભગ 100 થી વધારે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું અને નવી રીતે મિત્રતા દિવસની ઉજવણી કરી.
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ અંકલેશ્વર જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી વલકેશ પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ, જેસી ચંચલ જૈન, સાથે સાથે જેસી સિયામોહન શુક્લા, પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી ઉમેશ સાવલિયા, જેસી તેજસ પંચાલ, જેસી બીપીનભાઈ દુધાત, સેક્રેટરી જેસી દર્શન જાની, જેસી બ્રિજેશ પટેલ, જેસી આશા પટેલ, જેસી પ્રદીપ ભંડારી, જેસી શ્રીમાતા હાજર રહી સાથ આપ્યો હતો

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170