અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

જીઆઈડીસીમાં આયોજન કરાયુ

વિકાસ પેનલ દ્વારા આયોજન

ઋણ સ્વીકાર સમારોહ યોજયો

ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલ ભવ્ય જીત બદલ ઋણ સ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલા ભવ્ય વિજય બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિકાસ પેનલના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓના વિશ્વાસ અને સમર્થનના કારણે જ આ ભવ્ય જીત શક્ય બની છે.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, યોગેશ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ પેનલે ઉદ્યોગોના હિતમાં પારદર્શક અને વિકાસલક્ષી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી.