-
અંકલેશ્વરમાં કરવામાં આવી કામગીરી
-
નગર સેવા સદન દ્વારા કામગીરી
-
પે એન્ડ યુઝ ટોયલેટનું રીનોવેશન
-
ચીફ ઓફીસરે કામગીરીનું કર્યું નિરીક્ષણ
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરમાં પાંચ જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટના રીનોવેશનની કામગીરી ડીઝીટલ ઇન્ડિયા નામની એજન્સીને આપી છે.જે એજન્સી દ્વારા ચાલતી કામગીરીનું પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરના એસટી ડેપો સામે શાક માર્કેટ ,પ્રતિન ચોકડી સહીત પાંચ જગ્યાએ પે.એન્ડ યુઝ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પે.એન્ડ યુઝ ટોયલેટના રીનોવેશનની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી.એજન્સી દ્વારા રીનોવેશનની કામગીરી હાથ ન ધરતા પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં કામગીરી કરવામાં આવતી ન હતી જેના કારણે પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં નેગેટિવ માર્ક આવતા પાલિકા દ્વારા એજન્સી બદલવાની ફરજ પડી હતી અને બોર્ડ મિટિંગમાં એજન્સીને બદલીને ડીજીટલ ઇન્ડિયા નામની એજન્સીની નિમણુંક કરી રીનોવેશનની કામગીરી સોંપવામાં આવી હતી.
નવી એજન્સી દ્વારા શહેર એસ.ટી.ડેપો ,પ્રતિન ચોકડી ,શાક માર્કેટ સહીતના સ્થળે પે.એન્ડ યુઝની રીનોવેશનની કામગીરી શરુ કરી છે.ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા
