અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

નગરપાલિકા દ્વારા આયોજન કરાયું

5 વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સરકારી યોજનાઓનો સ્થળ પર અપાયો લાભ

મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા 12માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજમ કરવામાં આવ્યું  જેનો 5 વોર્ડના લોકોએ લાભ લીધો હતો

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે 12મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 1થી 5ના નાગરિકો અને લાભાર્થીઓને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા આશયથી યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, મામલતદાર રાજન વસાવા, ઉપપ્રમુખ વિરલબહેન મકવાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 1થી 5ના લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને પગલે લાભાર્થીઓને સ્થળ પર જ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.