અંકલેશ્વરની પાનોલી પોલીસને મળી સફળતા
ભાદી ગામની સીમમાં ચાલતું હતું કતલખાનુ
પોલીસે પાડ્યા દરોડા
2 આરોપીઓની ધરપકડ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય
અંકલેશ્વરની પાનોલી પોલીસે ભાદી ગામની સીમમાં ગૌવંશની કતલ કરતા બે આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકના પીઆઈ એમ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાદી ગામ પાછળ આવેલી આમલાખાડી કિનારે ખેતરના શેઢા પર ગૌવંશની કતલ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 62.400 કિલોગ્રામ ગૌવંશનું માંસ, 6 છરા, એક વજન કાંટો અને બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે પોલીસે ભાદી ગામની નવી નગરીમાં રહેતા ફૈયાઝ ઈદ્રિશ ઐયુબ સીદાત અને સમદ ઐયુબ ઇસ્માઇલ સીદાતની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
