અંકલેશ્વરના રહીશ અને ગુજરાત પોલીસ સર્વિસમાં ફરજ બજાવી રહેલા ACP એમ.એસ. શેખને DCP તરીકે પ્રમોશન મળતા પોલીસ બેડામાં આવકાર અને શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો હતો.
એમ.એસ. શેખે અંકલેશ્વર તથા ભરૂચમાં શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કર્યા બાદ પોલીસ સેવામાં પ્રવેશ કર્યો હતો. ફરજ દરમિયાન મહેનત, શિસ્ત અને જવાબદારીપૂર્વકની કામગીરીના આધારે તેમણે પોલીસ સેવામાં તબક્કાવાર પ્રગતિ કરી છે.
ACP તરીકેની જવાબદારી દરમિયાન તેમના દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિતની કામગીરીમાં સખત નિર્ણયો અને કાયદાકીય પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. હવે DCP તરીકેની નવી જવાબદારી મળતા તેમના સહકર્મીઓ, શુભેચ્છકો તથા અંકલેશ્વરવાસીઓમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
તેમનું આ પ્રમોશન તેમની અત્યાર સુધીની પોલીસ સેવામાં કરેલી કામગીરી, પરિશ્રમ અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. DCP તરીકેની નવી જવાબદારીમાં પણ તેઓ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
