ભરૂચમાં નવરાત્રીનું કાઉન્ટડાઉન
વિશ્વ હિન્દુ પરિષદની પ્રેસ કોન્ફરન્સ
ગરબા આયોજકો માટે માર્ગદર્શિકા જાહેર
ખેલૈયાઓને તિલક કરવા અપીલ
આયોજનમાં હિન્દુઓને પ્રાધાન્ય આપવા અપીલ
ભરૂચમાં નવરાત્રીના ગરબા આયોજનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા ખેલૈયાઓ તિલક કરીને જ પ્રવેશ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
ભરૂચમાં નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા કાર્યક્રમોને લઈને વિશ્વ હિન્દુ પરિષદે ગરબા આયોજકોને કેટલીક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.VHPની માર્ગદર્શિકા મુજબ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા ખેલૈયાઓ તિલક કરીને પ્રવેશ કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગરબા કાર્યક્રમમાં ગાયક કલાકારો, બાઉન્સર, સુરક્ષા વ્યવસ્થા તેમજ ખાણીપીણીના સ્ટોલ ધારકોની પસંદગી કરતી વખતે પણ આયોજકો કાળજી રાખે તેવી અપીલ કરવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગરબા આયોજકોને કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થામાં હિન્દુ સમાજના લોકોને પ્રાધાન્ય આપવા તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન થાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે.નવરાત્રી દરમિયાન ગરબા કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે આયોજકો દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
