ભરૂચમાં કરાયુ આયોજન
કલેકટર કચેરીમાં આયોજન કરાયું
સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
સ્વરછતા અભિયાન યોજાયું
અધિકારીઓ અને કર્મચારીઓએ કરી સાફ સફાઈ
ભરૂચમાં ‘સ્વચ્છતા હી સેવા’ સંકલ્પ અભિયાનની ઉજવણી અંતર્ગત ગાંધી જયંતિ નિમિત્તે કલેક્ટર કચેરી સંકુલમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું
વિઓ
ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં ‘સ્વચ્છતા હી સેવા’ સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાનમાં ઇન્ચાર્જ કલેક્ટર યોગેશ કાપસે સહિતના અધિકારીઓએ સફાઈ કામગીરીમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ કચેરી પરિસર તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતા જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ અભિયાનમાં સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી નહીં, પરંતુ દૈનિક જીવનનો ભાગ બને તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
