અંકલેશ્વર: SOGએ NDPS એકટના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,પાનોલી નજીકથી ઝડપાયેલ હતો ગાંજાનો જથ્થો !
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ એસ.ઓ.જી.એ પાનોલી પોલીસ મથકના 54 હજારથી વધુના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને પકડવા આપેલ સુચનાને આધારે ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરીના માર્ગ દર્શન હેઠળ ટીમ એ.ટી.એસ. ચાર્ટર મુજબમાં હતો તે દરમિયાન ગત તારીખ-24મી માર્ચના રોજ બાકરોલ બ્રીજથી સંજાલી મહારાજા નગર તરફ આવતા ઇન્ડોરમા કંપનીની સામે રોડ ઉપરથી 1.980 કિલો ગ્રામ માદક પદાર્થ ગાંજોનો જથ્થો અને ત્રણ મોબાઇલ ફોન તેમજ બાઈક મળી કુલ 54 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
આ ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ગુજરાત હાઉસિંહ બોર્ડ ખાતે રહેતો મોહમદ સલીમ સાદિક પટેલને ઝડપી પાડ્યો હતો.
