અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલી રૂપિયા 30 હજારથી વધુના મુદ્દામાલની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં રૂપિયા 30 હજારથી વધુના મુદ્દામાલની ચોરીની ઘટના બની હતી.જે બનાવ અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, અને જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગુનામાં સંડોવાયેલા ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ (ઉ.વ. 26), રહે. જીતાલી ગામ, અંકલેશ્વર (મૂળ વતન બાંદા, ઉત્તર પ્રદેશ) તથા જીતેન્દ્રકુમાર શ્યામદાસ (ઉ.વ. 23), રહે. ગડખોલ, અંકલેશ્વર (મૂળ વતન ધનબાદ, ઝારખંડ) ની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર મામલે જીઆઇડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
