અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર રામનગર વણકર વાસ માં એક બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદી ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના રામનગર વણકરવાસમાં રહેતા પ્રજ્ઞેશ ચૌહાણ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે વડોદરા ગયા હતા તે..

દરમ્યાન તસ્કરો એ તેમના મકાનને નિશાન બનાવી મકાનના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી 10 હજાર જેટલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી ફરાર થઇ ગયા હતા ,આ ચોરી અંગેની પાડોશીઓએ જાણ કરતા પ્રજ્ઞેશ ચૌહાણ દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે પ્રજ્ઞેશ ચૌહાણે શહેર પોલીસ મથક ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.