મહિલા એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ એકતરફી સાબિત થયો છે. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે 9મા ઓવરમાં છગ્ગો મારીને સરળ વિજય અપાવ્યો હતો
દુબઈમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતી પાકિસ્તાની ટીમ ભારતીય સ્પિનર્સ સામે ટકી શકી નહીં. તે માત્ર 18.1 ઓવરમાં માત્ર 55 રન પર સમેટાઈ ગઈ હતી. આ મહિલા T20 ઇતિહાસમાં પાકિસ્તાનનો સૌથી લો સ્કોર છે. જેમાં ચાર બેટ્સમેન 0 પર પેવેલિયન પરત ફર્યા અને માત્ર 2 જ પ્લેયર 10ના આંકડાને ટચ કરી શક્યા હતા. જેમાં શાવલ જુલ્ફિકારે 14 અને મુનીબા અલીએ 13 રન બનાવ્યા હતા.
ભારતીય બોલિંગની શરુઆત શ્રી ચરણી અને પ્રેમા રાવતે કરી હતી. જેમાં આ બંનેએ 3-3 વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ 2 અને શેફાલી વર્માએ 1 વિકેટ મેળવી હતી. ફિલ્ડિંગમાં થોડી ભૂલો થઈ છતાં પાકિસ્તાનનું કમજોર પ્રદર્શન એટલું હતું કે તેની કોઈ અસર ન પડી.
56 રનના ટાર્ગેટ ચેઝ કરતી ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી હતી. જેમાં શેફાલી વર્માએ પહેલી જ બોલ પર છગ્ગો મારીને 3 હજાર T20 રન પૂરા કર્યા હતા. તે 12 રન બનાવીને આઉટ થઈ હતી પરંતુ બાકીની ટીમે સરળતાથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે મહિલા એશિયા કપમાં પોતાનું પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.
