15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસવા,હરીશ જોષી,ભાજપ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
