/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/14134909/maxresdefault-107-75.jpg)
અરવલ્લી જિલ્લાના ભિલોડાના અંતિરીયાળ ગામડાઓ આજે પણ 18મી સદીમાં જીવતા હોય તેમ લાગી રહ્યુ છે. ચોમાસાના 4 માસ સુધી જુના થોરાવાસ બેટમાં ફેરવાય જાય છે, ત્યારે ગ્રામજનોએ સ્વખર્ચે વસાવેલી બોટ મારફતે અવરજવર સહિત જીવનનિર્વાહ કરવો પડે છે.
અરવલ્લીના ભિલોડા તાલુકાનું જુના થોરાવાસ ગામ. કે, જે આઝાદીના 7 દાયકા બાદ પણ વિકાસથી વંચિત રહ્યું છે. અહી વસતા લોકો માટે ચોમાસના 4 માસ પારવાર મુશ્કેલીઓ લઇને આવે છે. જોકે આ ગામનો મોટાભાગનો વ્યવહાર નજીકના નારસોલી ગામ સાથે પણ રહ્યો છે. પરંતુ ચોમાસમાં જુના થોરાવાસ ગામ બેટમાં ફેરાવાઇ જાય છે.
થોરાવાસ ગામના પશુપાલકોને નારસોલી ગામે દૂધ ભરાવવા તેમજ બાળકોને શાળાએ જવા માટે 5 કિલોમીટરનું અંતર બોટ મારફતે કાપવું પડે છે. હાથમતી જલગારમાં આવેલ અને ઝૂંપડામાં વસનાર લોકો આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહે છે. જેથી મોટાભાગના લોકો પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે અન્ય ગામ વસતા સગા-સંબંધીના ઘરે મુકવા માટે પણ મજબૂર બન્યા છે. જોકે પરિવહન માટે ગ્રામજનોએ સ્વખર્ચે વસાવેલી બોટ મારફતે સફર કરી રહ્યા છે. ખુલ્લી જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા 75 જેટલા પરિવારના 370થી વધુ સભ્યો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જોકે વહીવટી તંત્રમાં ગ્રામજનો દ્વારા કરાયેલી અનેક રજુઆતો છતાં આજ દિન સુધી સમસ્યાનું નિવારણ આવ્યું નથી.