અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ ની ધરપકડ કર્યા બાદ હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે SITએ તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટના કનેક્શનની તાપસ શરૂ કરૂ છે. જેમાં બનાવટી દસ્તાવેજ ક્યાંથી મળ્યાં અને દસ્તાવેજો નું સંચાલન કેવી રીતે કર્યું, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે નિવેદન વાંચવાની મંજૂરી વિના 19 સાક્ષીઓની સહી લેવા મુદ્દે પણ SITએ તપાસ શરૂ કરી છે.
આઈઆઈટી દ્વારા ત્રણેય આરોપીને કનેક્શન મુદ્દે તપાસ શરુ કરવામાં આવી છે ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે મુદ્દે અને સાક્ષીઓને કેવી રીતે શોધી કાઢ્યા હતા, તે મુદ્દે તપાસ કરવામાં આવશે. સાથે જ મુખ્ય કાવતરાખોર રાજકીય રીતે પ્રેરિત હતો કે નહીં તે મુદ્દે તપાસ કરીને નાણાકીય ફંડિંગ પણ તપાસ કરવામાં આવશે. ઉપરાંત સાક્ષીઓના નિવેદન માટે ડરાવ્યા કે પૈસા આપ્યા તે મુદ્દે પણ SIT દ્વારા તપાસ કરવામાં આવશે.આમ લગભગ 20 વર્ષ બાદ ફરીવાર ગોધરાકાંડનું ભૂત ધુણ્યું છે તો બીજીબાજુ તિસ્તા સેતલવાડ ની ધરપકડ મામલે ક્રાઈમબ્રાન્ચે નિવેદન આપ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું કે, તિસ્તા નો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજો બનાવી અરાજકતા ફેલાવવાનો હતો.જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, PI દર્શન સિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આર.બી.શ્રી કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો તિસ્તા સેતલવાડ ને અમદાવાદ કોર્ટે 1 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે.
