ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં માની મમતા લજવાઈ છે કળયુગી માતાએ પોતાનું પાપ છૂપાવવા નવજાત ભ્રુણ બાળકીને કેનાલમાં ફેંકી દેતા ચોમેર ફિટકાર વરસી રહ્યો છે.
થરાદની મુખ્ય કેનાલમાંથી નવજાત બાળકીનું ભ્રુણ મળી આવ્યું છે,વાવના ઢીમાં પુલ પાસે પાણીમાં ભ્રુણ પાણીમાં વહેતુ જોઈ લોકોએ પોલીસને જાણ કરી બહાર કાઢ્યું હતું, થરાદ પોલીસની ટિમ ઘટનાં સ્થળે પોહચી નવજાત બાળકના ભ્રુણને પીએમ માટે ખસેડી કળયુગી માતાનો પત્તો લગાવવા ચક્રો ગતિમાન કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે શેર માટીની ખોટ પુરી નહિ થતાં લોકો માનતાઓ રાખી ભગવાન સમક્ષ પ્રાર્થનાઓ કરતા હોય છે ત્યારે આવી કળયુગી માતા પોતાના પાપને છુપાવવા નિર્દોષ બાળકોનો જીવ લેતા પણ ખચકાતી નથી.
