બનાસકાંઠા જિલ્લાના પાલનપુર LCB પોલીસે ચોરી કરેલી મોટરસાઇકલો સાથે એક ઇસમની ધરપકડ કરી છે. જેમાં રૂ. 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર LCB પોલીસને મળી મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે 12 મોટરસાઇકલ મળી રૂ. 5,52,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે.

પોલીસે આ ઈસમની વધુ પૂછપરછ કરતાં તે કાંકરેજ તાલુકાના ઉણ ગામનો હોવાનું જણાવ્યુ હતું. જોકે, એક રીઢા ચોરને ઝડપી પોલીસે બાઇક ચોરી મામલે પર્દાફાશ કર્યો છે. આ તસ્કરે ગાંધીનગર, મહેસાણા અને કચ્છ જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલી 12 મોટરસાઈકલ થરા પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.