અંકલેશ્વર-વાલિયા રોડ પર ભડકોદ્રા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરના ચાલકે મોપેડને ટક્કર મારતાં મોપેડ સવાર યુવાનનું ઘટનામાં મોત નીપજ્યું હતું.અકસમાત સર્જાયા બાદ કન્ટેનર ચાલક પોતાનું કન્ટેનર ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણ દિવસ પહેલાં પણ આ જ સ્થળે બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક જ સ્થળે ટૂંકા ગાળામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતાં માર્ગ પર વાહનચાલકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.