ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના નિવેદનથી ફરીવાર રાજનીતિ ગરમાઈ છે ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં જાહેરાત કરી છે. આ સાથે જ ફરી ચૂંટણી આવતા રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત કરી છે.

ભરતસિંહ સોલંકીના રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત કર્યા બાદ આ મામલે પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભરતસિંહ સોલંકી પાર્ટીના સિનિયર નેતા છે. તેમણે જાતે જ રાજકારણમાં બ્રેક લીધું હતું. તેઓ અમારા સિનિયર નેતા છે. રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે. પાર્ટી ક્યારેય એમને રાજકારણથી દૂર થવા નહોતું કીધું. થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે ચૂંટણી 2022ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમ માટે બ્રેક લીધો છે. જે બે-ત્રણ કે છ મહિનાનો હોઇ શકે છે.બ્રેક લેતી વખતે તેમણે આ નિર્ણયને પોતાના અંગત નિર્ણય ગણાવ્યો હતો, નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડને. તેમણે કહ્યું હતું કે, જે વિવાદો ઉભા થયા છે તેને ઠરવા દેવા. હુ સક્રિય રાજકારણ માંથી બ્રેક લઉ છુ, સમાજના લોકો સાથે પ્રવાસ કરશે અને સામાજિક રીતે કામગીરી કરતો રહીશ