અંક્લેશ્વર તાલુકાના કાપોદ્રા ગામેથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે હથિયાર સાથે ઝડપાયેલા આરોપી ક્યા ગુનાને અંજામ આપનાર હતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ બુધવારે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માહીતી મળી હતી કે અગાઉ ચોરીના ગુનાઓમા પકડાયેલ એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઇ ફરી રહ્યો છે. જે આધારે કાપોદ્રા ગામ ખાતે વોચમાં રહી રીઢા આરોપીને એક દેશી બનાવટના તમંચા તથા જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. કાપોદ્રા ગામમાં ભાડેથી રહેતા મૂળ રાજસ્થાનના ભેરૂ ઉર્ફે વીરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસીંગ રાજપુતની રૂ.5000ના તમંચા અને એક કારતૂસ મળી રૂ.1.50 લાખના ટેમ્પા સાથે ધરપકડ કરાઈ છે. જ્યારે રામાવતાર ઉર્ફે રામકુમાર ગણપતદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ બંન્ને આરોપી અગાઉ અંકલેશ્વર અને કોસંબામાં ચોરીના ગુનામાં પણ ઝડપાય ચૂક્યા છે
ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામેથી દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ
ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે હથિયાર સાથે ઝડપાયેલા આરોપી ક્યા ગુનાને અંજામ આપનાર હતા તેની તપાસ હાથ ધરવામાં આવી
