/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/25125440/maxresdefault-277.jpg)
ભરૂચ જિલ્લાના 819 જેટલાં વિદ્યાર્થીઓ આજથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષા આપશે. કોરોના વાયરસના ખતરાને લઈને ખાસ તકેદારી રાખવામા આવી રહી છે.
રાજયમાં આજથી ધોરણ 10 અને 12 માટેની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં બે વિષયોમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ધોરણ 10ની 25થી 28 તારીખ સુધી જ્યારે ધોરણ 12ની 25થી 27 તારીખ સુધી પરીક્ષા લેવામાં આવશે. રાજયમાં 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. કોરોના વાયરસને લઈને તંત્ર દ્વારા તકેદારીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેનો દરેક છાત્રોએ ખાસ અમલ કરવો પડશે.
ભરૂચ જિલ્લામાં આજથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષામાં 819 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલી પરીક્ષામાં સાવચેતીના ભાગરૂપે છાત્રોને માસ્ક અને સેનિટાઇઝ તેમજ ટેમ્પરેચર ગનથી ચેક કર્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરિક્ષા કેન્દ્રો ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ એક વર્ગખંડમાં 20 પરિક્ષાર્થીઓને જ બેસવા દેવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી.