ભરૂચની આમોદ નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો છે
ભરૂચની આમોદ નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો હતો.જેથી આમોદના નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ નગરના વેપારી આગેવાનોએ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર કિંજલ પરમાર,પોલીસ સ્ટેશન તેમજ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપી આમોદ નગરમાં સ્ટ્રીટ ચાલુ કરવા માટે માંગ કરી હતી. વધુમાં વેપારી આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જે લોકો નિયમિત રીતે વેરો ભરે છે તેમનો શુ વાંક કહી પાલિકા શાસકોના વહીવટ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170