-
BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવની ઉજવણી
-
રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘માનવ ઉત્સવ’ યોજાશે
-
‘માનવ ઉત્સવ’ના ભવ્ય આયોજન અંગે પત્રકાર પરિષદ યોજાય
-
અપૂર્વમુની સ્વામી દ્વારા પત્રકારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા નગરજનોને નિમંત્રણ પાઠવાયું
ભરૂચ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત “માનવ ઉત્સવ”ના ભવ્ય આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર પત્રકાર પરિષદ યોજાય હતી.
ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે “માનવ ઉત્સવ” મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પંચદિવસીય આ દિવ્ય અવસર માનવજીવનના ઉત્કર્ષનું રહસ્ય સમજાવતો અને આધ્યાત્મિકતા સાથે જીવનમાં શાંતિ, સ્થિરતા તથા સંતોષ પ્રાપ્ત કરવાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડનાર બનશે. આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક અને ભૌતિક વિકાસ અદભુત રીતે વધ્યો હોવા છતાં માનવજીવનમાં શાંતિ અને સંતોષનો અભાવ કેમ છે. તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોના ઉકેલરૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવ દરમિયાન પ્રેરણાદાયી પ્રવચનો, વૈદિક મહાપૂજા, વૈદિક મંત્રોચ્ચાર સાથે પારિવારિક શાંતિ યજ્ઞ, વચન યજ્ઞ, પ્રેરક દર્શન, “મુક્તિ” વિષયક માર્ગદર્શન, સોશિયલ મીડિયા પ્રત્યે સાવધાની, પ્રકૃતિ સંવર્ધન, પ્રેરક સાહિત્ય, અન્નપ્રસાદ તેમજ ગૌસેવા જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. આ દિવ્ય કાર્યક્રમ બાબતે વક્તા તરીકે અપૂર્વમુની સ્વામીની અધ્યક્ષતામાં ભરૂચની SVMIT કોલેજના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં અનિર્દેશ સ્વામી, વિમલ સ્મરણ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભરૂચ જિલ્લાની જનતાને “માનવ ઉત્સવ” મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
