પૂજ્ય શ્રી હરિરાયજી મહોદયશ્રી, બરોડા–કામવનવાળાની આજ્ઞાથી તથા  સુરુચિ વહુજીની પાવન ઉપસ્થિતિમાં ઠાકુરાની તીજના પાવન પ્રસંગે ભરૂચના દસેક વૈષ્ણવ સખી ગ્રુપ દ્વારા શ્રી યમુનાજી સૌભાગ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહોત્સવમાં શ્રી યમુનાજીની ૧૦૮ નામાવલી, શ્રી યમુનાજી વિજ્ઞપ્તિ તથા ૪૧ પદનું ભાવપૂર્વક ગાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાસ-ગરબા, ક્વિઝ અને વિવિધ મનોરંજક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શ્રી યમુનાજીના પાવન સાનિધ્યમાં  શ્રી સુરુચિ વહુજીના હસ્તે ૨૬૫થી વધુ બહેનોને ચૂડી તથા કુમકુમ પ્રસાદી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આનંદ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન તમામ સખીઓના સાથ-સહકારથી વિજયાબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું.