તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ-એફ.આઈ.આર ની સેવાનો ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રારંભ કરાવ્યો હતો જેમાં મોબાઈલ ચોરી કે વાહન ચોરી વિશે પોલીસ સ્ટેશનમાં ધક્કા નહિ ખાવા પડે અને ઘરે બેઠા ઈ-એફ.આઈ.આર કરી શકે એ માટે ખૂબ ઉપયોગી બનશે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને માહિતગાર થાય એ માટે પોલીસ દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ નિકોરા મઢી ઘાટ ઉપર ભારદ્વાજ આશ્રમ ખાતે ઈ-એફ.આઈ.આર વિશે માહિતગાર કરવા માટે નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આયોજિત કાર્યક્રમમાં શુકલતીર્થ, નિકોરા, જનોર, કવીઠા તેમજ અન્ય ગામોના આગેવાનો તથા સરપંચઓને ઈ-એફ.આઈ.આર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા અને રાજ્યમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે આ અંગે ઈ-એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકશે ઈ-એફ.આઈ.આર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા SMS થી તમામ જાણ પણ જે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે વાહન તથા મોબાઈલ ચોરીની ઘટનામાં એપ્લિકેશનનો મહત્વનો ભાગ રહેશે તેમ નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ આગેવાનોને જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.કે જાડેજા, નબીપુર પોલીસ મથકનો સ્ટાફ, શુકલતીર્થ, નિકોરા, જનોર, કવીઠા તેમજ અન્ય ગામોના આગેવાનો તથા સરપંચઓ હાજર રહ્યા હતા.