ભરૂચ જિલ્લાના નવા શુકલતીર્થ ગામમાં દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ગામના રહેવાસી રમેશ વસાવાના ઘર પાછળ દીપડો જોવા મળ્યો હતો. દીપડાને જોતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.સ્થાનિકોએ દીપડાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/Da9euCczGNJ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
વીડિયો સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ચિંતા વધી છે અને લોકો સાવચેતી રાખી રહ્યા છે.ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. માહિતી મળતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ: નવા શુકલતીર્થ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ, વિડીયો થયો વાયરલ
