ભરૂચના નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો , પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી ભરૂચના નેશનલ હાઇવે ઉપર આવેલા વડદલા પાટિયા પાસેથી પસાર થઇ રહેલા આઇસર ટેમ્પો ચાલકે પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનરને ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો .
આ અકસ્માતમાં મુસાફરોમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી . જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી 108 સેવાની મદદ વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો . અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170