ઝઘડિયા તાલુકાના સારસા માતાજીના મંદિર પાસે બાઇક સવાર બે વ્યક્તિઓને ગમખ્વાર અકસ્માત નડતા બન્ને બાઇક સવારોને ઇજાઓ પહોચી છે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નેત્રંગ તરફથી રાજપારડી આવતા એક બાઇક પર બે વ્યક્તિઓ સવાર થઇને રાજપારડી તરફ આવતા હતા. તે દરમિયાન સારસા માતાના મંદિર પાસે બાઇક ચાલકે કોઇક કારણોસર બાઇકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બન્ને બાઇક સવારો નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં બન્ને બાઇક ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં અવિધા સામુહિક આરોગ્ય કેદ્ર ખસેડવામાં આવ્યા હતા. ત્યાં થી તેઓને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પર તબીબોએ બન્ને વ્યક્તિઓ હાલ બેભાન અવસ્થામાં હોવાનુ જણાવ્યું હતુ