આમોદ તાલુકાના કેરવાડા ગામની સગર્ભા મહિલા સબિહાબહેન મલેકને રાત્રીના દોઢ વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો દ્વારા 108 ઈમરજન્સી સેવામાં કોલ કરાયો હતો. એમ્બ્યુલન્સ મારફતે સગર્ભા મહિલાને આમોદ હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી તે દરમિયાન વધુ પીડા ઉપડતાં રાત્રીના 2.45 મિનિટે અમદાવાદ ERCP ડો. મહેતાની મદદથી EMT પ્રવીણ બારીયા અને પાઇલોટ હમીદ મલિક દ્વારા સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
આમ 108 ઈમરજન્સી સેવાના કર્મીઓની મદદથી માતા અને બાળકને નવજીવન મળ્યું હતું અને 108 સંજીવની રૂપ સાબિત થઈ હતી. હાલ માતા અને બાળકને આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાયા છે.
