માનસિક સ્વાસ્થ્ય અંગે સમાજના દરેક વર્ગમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય અભિયાન ‘Beyond the Horizon – A Ride for Resilience’ આજે ભરૂચ શહેરમાં પહોંચ્યું હતું. દિલ્હીથી કન્યાકુમારી અને ત્યાંથી પરત દિલ્હી સુધીની આ મોટરસાયકલ યાત્રા દરમિયાન દેશભરમાં 50થી વધુ શહેરોમાં લોકો સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરવામાં આવી રહ્યો છે.આ અભિયાનને 20 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોરે ફ્લેગ ઓફ કર્યું હતું. હરિયાણા અને રાજસ્થાન થઈને અભિયાન 25 ઓગસ્ટે ગુજરાતમાં પ્રવેશ્યું હતું. આશરે બે મહિનાની આ યાત્રા દરમિયાન 100થી વધુ શાળાઓ, કોલેજો અને સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.દિલ્હી–કન્યાકુમારી–દિલ્હી યાત્રા દરમિયાન સેહર હાશ્મી, સન્ની લોછા અને તેમની ટીમ ભરૂચ શહેરના ડુંગળી વિસ્તાર ખાતે પહોંચી હતી. અહીં વોર્ડ નંબર 2ના નગરસેવકો તથા સ્થાનિક મહિલાઓ દ્વારા ટીમનું ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક મહિલાઓએ ટીમના સભ્યોને શાલ ઓઢાડી તથા ફ્લાવર બુકે અર્પણ કરી સન્માન કર્યું હતું.કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2ના નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ તેમજ કોંગ્રેસના અગ્રણી નેતા સંદીપ માંગરોલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે ‘Beyond the Horizon’ અભિયાન ભરૂચ પહોંચ્યું, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
