ભરૂચના પાલેજ ખાતે આયોજન
પાલેજ પોલીસ મથક ખાતે આયોજન
વાર્ષિક ઇન્સ્પેક્ષન યોજાયું
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
વિવિધ બાબતે કરાય ચર્ચા
ભરૂચના પાલેજ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની હાજરીમાં વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા પાલેજ પોલીસ મથકના ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. તેઓ પાલેજ ખાતે આવી પહોંચતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન. કે. ડાભીએ સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી તેઓની સલામી ઝીલી હતી.તેઓએ પાલેજ પોલીસ મથકની વિવિધ કામગીરી બાબતે સમીક્ષા કરી હતી. પોલીસ મથકની વાર્ષિક તપાસણી કરી હતી. પોલીસ મથકમાં ક્રાઇમ રેટમાં કેટલો વધારો કેટલો ઘટાડો થયો તે બાબતે માહિતી મેળવી હતી. પોલીસ કર્મીઓની રજૂઆત બાબતે પણ માહિતી મેળવી હતી.પાલેજ ઓવરબ્રિજનો વધુ એક ગાળો ખુલ્લો મૂકવા બાબતે પાલેજના મીડિયા કર્મીઓ દ્ધારા જિલ્લા પોલીસ અધિક્ષકને મૌખિક રજુઆત કરવામાં આવતા તેઓએ વહેલી તકે ઘટતું કરવા ખાત્રી આપી હતી. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
